ભરૂચ : નિઝામા સમાજ શુકલતીર્થ દ્વારા આયોજીત છેલ્લા 32 વર્ષથી દિવાળીના તહેવારમાં નર્મદા ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. ચાલુ વરસે પરંપરાને આગળ વધારતા વર્ષ 2026 ની ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન થયુ હતુ. ટોટલ 4 ટીમોના વિવિધ પ્લેયર્સનું અલગ અલગ ટીમોમાં વહેચણી કરી ટુર્નામેન્ટનું આયોજન થયુ હતુ. તા.10-11-26 ના રોજ ફાઈનલ મેચ લોચન અને પ્રયાસની ટીમ વચ્ચે મેચ યોજાઈ હતી. એમા પ્રયાસ ઈલેવન વિજેતા થઈ હતી. વિજેતા અને ઉપવિજેતા ટીમોને આયોજકો દ્વારા ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો