ભરૂચ : શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા અને ડૉ. ગંગુબેન હડકર હાઈસ્કૂલના સહયોગથી શાળાના પ્રાર્થના હોલ ખાતે બ્રહ્મ સમાજની પ્રતિભાઓને એક મંચ પૂરો પાડવાના ઉદ્દેશ્યથી મોજીલા કલાકારોની ટોળી શીર્ષક હેઠળ અનોખા સાંસ્કૃતિક કાર્યક્રમના પ્રથમ સેશનની સફ્ળતા બાદ બીજા સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં 20 થી વધુ બ્રહ્મ કલાકારોએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની કલા રજૂ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન સાહિત્યકાર અને કવિ મહેશભાઈ જોશીએ પોતાની સુંદર સ્વ-રચિત કવિતાઓ રજૂ કરી હતી, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના શહેર પ્રમુખ હેમંત શુક્લની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમણે કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો. સંચાલન અમરીશ દવે અને રાજુભાઈ ભટ્ટ દ્વારા કરાયુ હતું.
