ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા, અછાલીયા, ભાલોદ દત્ત મંદિર ખાતે દત્ત જયંતી ઉત્સવની ઉજવણી ભક્તિભાવપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી,વહેલી સવારે દત્તનામના જયઘોષ સાથે પ્રભાતફેરી યોજાઇ હતી. ગુરૂલીલામૃત પારાયણ, પાદુકા પૂજન,દત્તનામ સંકિર્તન પાઠ,ભજન કિર્તન,ધૂનના કાર્યક્રમો દિવસભર યોજાયા હતા, ઉમલ્લા રંગમંદિરમાં પૂજ્ય રંગ અવધૂત મહારાજે સ્વહસ્તે એનાયત કરેલ કાષ્ઠની દત્ત પ્રતિમાનું વિશેષ પૂજન,આરતી દર્શનનો લાભ લીધો હતો,સાયંકાળે દત્ત ભગવાનની તસવીર પ્રતિમાને ફૂલોથી શણગારેલ ઝુલામાં પધરાવી જન્મોત્સવ પૂજન સંપન્ન થયું હતું,રાત્રે ફ્ટાકડાની આતશબાજી, ભજન કિર્તન સાથે પાલખીયાત્રા નીકળી હતી જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.
https://sandesh.com/maru-saher-maru-gaam










