ભરૂચ શહેરનો વિસ્તાર દિનપ્રતિદિનવધી રહ્યો છે.એક તરફ તવરા રોડ પર શહેરીકરણ થઈ રહ્યું છે. ત્યારે શહેરના નંદેલાવ ગામમાં તેમજ ત્યાંથી ચાવજ ગામના રોડ પર પણ હવે વિકાસને ગતિ મળી રહી છે.ત્યારે નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેણાંક વિસ્તાર વધવા સાથે લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. નંદેલાવ ગામ વિસ્તારમાં આવેલી સોસાયટીઓ તેમજ અન્ય રહેવાસી વિસ્તારના લોકોને શાકભાજી ખરીદી કરવા માટે ઠેઠ શક્તિનાથ સર્કલ પાસે ભરાતાંના શાકભાજી માર્કેટ સુધી લંબાવવું પડે છે.ત્યારે નંદેલાવ ગામમાં કાયમી ધોરણે શાકભાજી માર્કેટ ઉભું કરવાની માંગ સાથે સ્થાનિકઓએ ભરૂચ મામલતદારને લેખિત આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં તેમણે જણાવ્યું હતું કે, નંદેલાવ ગ્રામ પંચાયતની માલિકીની એક યોગ્ય જમીન બુસા સોસાયટી પાસે ઉપ્લબ્ધ છે. ત્યારે ત્યાં કાયમી ધોરણેશાક માર્કેટ ઉભું કરવામાં આવે. જેથી કે તેનો લાભ આ માર્ગ પરથી પસાર થતાં માત્ર નંદેલાવ ગામને જ નહી પરંતુ આ રોડ પર આવેલાં ચાવજ, રહાડપોર સહિનના ગામોના લોકોને તેમજ પિૃમ ભરુચની કેટલીક સોસાયટીના રહિશોને તેનો લાભ મળે તેમ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો