ભરૂચ અને નર્મદા હિતવર્ધક સમિતિ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર વિધવા બહેનોનું ચોથું વિરાટ સંમેલન કન્વીનર ખુમાનસિંહ વાસીયા દ્વારા આયોજિત કરાયું હતું, જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની વિધવા બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં સ્વખર્ચે ઉમટી પડયા હતા.પૂર્વમંત્રી અને હિતવર્ધક સમિતિના કન્વીનર ખુમાનસિંહ વાસીયાએ વર્ષ 2018 માં વિધવા બહેનોના વાસ્તવિક જીવનનો અભ્યાસ કરી તેઓ માટે પેન્શનની રજુઆત કરી હતી.


ગુજરાત ભાજપ સરકારે સ્વીકારી આશીર્વાદ રૂપે જિલ્લાની 65 હજાર અને રાજ્યની 19 લાખ વિધવા બહેનોને પેન્શન સહાય શરૂ કરાઇ હતી. પત્રકારો સાથે વાત કરતા પૂર્વમંત્રીએ માહિતી આપી હતી કે, વિધવા બહેનોના પેંશનમાં વિસંગતતા રહેલી છે. જે દૂર કરવા સરકારમાં રજુઆત કરાશે. પોસ્ટ ખાતામાં પેહલા જમા થતું પેંશન બંધ કરાયું છે. જેને પોસ્ટને જ પ્રાધાન્ય અપાઈ તેવી માંગ પણ સંમેલન બાદ સરકારમાં મુકાશે. ભરૂચ - નર્મદા હિતવર્ધક સમિતિના પેહલા અધિવેશન બાદ 2000 ના સ્થાને 65000 જેટલી વિધવા બહેનોને પેંશન મળતું થયું છે. રાજયમાં પણ આ સંખ્યા 2 લાખથી 18 થી 19 લાખ થઈ છે. જોકે હાલ મળતું રૂપિયા 1250 નું પેંશન વિધવા બહેનો અને તેમના આશ્રિતો માટે પર્યાપ્ત નથી. જેને ધ્યાને લઇ સન્માનભેર જીવનનિર્વાહ માટે વિધવા પેંશન રૂા. 3000 કરવા રાજ્ય સરકારને રજુઆત કરાશે.

હિત રક્ષક સમિતિના સર્વે પ્રમાણે વિધાનસભા બેઠક દીઠ 25000 બહેનો વિધવા છે. જેમાં બુથ દીઠ એક બુથ પર 100 થી 150 વિધવા બહેન રહેલી છે. ત્યારે તેઓના કલ્યાણ અને ઉત્થાન માટે વિધવા પેંશન વધારવા સહિત પેંશનની વિસંગતતા દૂર કરવા ચોથું મહાધિવેશન આયોજિત કરાયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: