ભરૂચ : મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લા કલેકટર કચેરીના સહયોગથી મુન્શી સંકુલ, ભરૂચ ખાતે સંસ્થાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ તથા સ્ટાફમિત્રો માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર સેફટી અવેનરેસ ટ્રેનીંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

કાર્યક્રમ દરમ્યાન ભરૂચ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમની વાલીયા ગ્રુપ-10 ની ડિઝાસ્ટર ટીમ દ્વારા વિદ્યાર્થીઓ તથા સ્ટાફને વિવિધ પ્રકારની આપત્તિઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. ભૂકંપ, આગ, પૂર, ભારે વરસાદ, ઔદ્યોગિક અકસ્માત તેમજ અન્ય કટોકટીની પરિસ્થિતિઓમાં કઈ રીતે સાવચેતી રાખવી, ગભરાયા વિના પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો અને પોતાની તેમજ અન્ય લોકોની સલામતી માટે કયા જરૂરી પગલા લેવા તે અંગે સમજ આપવામાં આવી હતી.