ઝઘડિયા : ઝઘડિયા તાલુકાના બામલ્લા ગામ નજીક આવેલ સેન્ચ્યુરી એન્કા લિમિટેડ (યુનિટ - રાજશ્રી પોલિફ્લિ) કંપની દ્વારા સી.એસ.આર. યોજના અંતર્ગત કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવના અવસરે, ઝઘડિયા તાલુકાની 18 આંગણવાડીઓ અને 21 પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે જરૂરી શિક્ષણ સામગ્રી સ્કૂલ બેગ, કમ્પાસ બોક્સ, પેન-પેન્સિલ, નોટબુક, ચિત્રકલા સામગ્રી, સ્કેચપેન, કમ્પાસ કિટ, બોલપેન, યુનિફેર્મ, જૂતાં તેમજ રમકડાંની કિટોનો વિતરણ કરાયું હતું. જેમાં આશરે 1,089 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને લાભ મળ્યો હતો. ઉપરાંત, 18 આંગણવાડી કેન્દ્રોમાં પણ બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ રમકડાંની કિટોનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે, કંપનીના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ - એચ.આર. વિભાગના સંજય અગ્રવાલને કંપનીની સી.એસ.આર યોજના અંતર્ગત શિક્ષણ ક્ષેત્રે સતત સહયોગ અને પ્રતિબદ્ધ કામગીરી બદલ, ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના સંયોજન હેઠળ સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા.

કામરેજની રામકબીર શાળામાં 166 કન્યાનો પ્રવેશ









