ભરૂચ : ભરૂચ જિલ્લાના સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા ભરૂચ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિમીટેડની 119મી વાર્ષિક સાધારણ સભા ગુરુવારે યોજાઈ હતી. જેમાં વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, ઉપપ્રમુખ કરશન પટેલ સહિત બેંકના હોદ્દેદારો, ડિરેક્ટરો તેમજ સભાસદો મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યાં હતાં. બેંકના ગત વર્ષના વહિવટી અહેવાલ, વાર્ષિક હિસાબો અને અન્ય એજન્ડાને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. સભાને સંબોધતા અરૂણસિંહ રણાએ જણાવ્યુ હતું કે, આગામી સમયમાં ગ્રાહકોને વધુ સુવિધાજનક અને આધુનિક બેકિંગ સેવાઓ મળી રહે તે માટે ડિઝીટલ બેંકિંગ, નવી ટેક્નોલોજી અને ઓનલાઈન સેવાઓના વિસ્તરણ પર વિશેષ ભાર મુકવામાં આવશે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: