ભરૂચ ખાતે 20મી માર્ચ 2026ના રોજ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરી આયોજન ભવન ખાતે મળી હતી.
આ બેઠકમાં માર્ગ અને મકાન પંચાયત અને રાજ્ય હસ્તકના રોડ-રસ્તાના રીપેરીંગ, પ્રગતિ હેઠળનાં કામો, સિંચાઈને લગતા પ્રશ્નો, કામદારને અપાતા વેતન, રોજગારી, પાણી ભરાવાના પ્રશ્નો વગેરેની કામગીરીની વિગતોને લગતા પ્રશ્ન રજૂ કર્યા હતો. જેના સંદર્ભે એ જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત અધિકારીઓને નિયત સમયગાળામાં પ્રશ્નનો ઉકેલ લાવવા માટે તાકીદ કરી હતી. બેઠકમાં ઉપસ્થિત તમામ અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી કે, નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોનો નિકાલ સર્વોચ્ચ અગ્રતાના ધોરણે અને તાત્કાલિક કરવામાં આવે. તેમણે સંબંધિત અધિકારીઓને તાકીદ કરતાં કહ્યું હતું કે, પ્રો-એક્ટિવ અભિગમ અપનાવી તમામ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને લોકોને કોઈપણ પ્રકારની અસુવિધા ન પડે તે જોવાની હિમાયત કરી હતી. આ બેઠકમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્ર્રી તેમજ જિલ્લાનાં સંબધિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ/ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.










