ભરૂચમાં વિકસિત ભારત 2047 અંતર્ગત સેવા સંકલ્પ અભિયાન-2026 માટે અખિલ હિન્દ મહિલા પરિષદા સંચાલિત ડો.ગંગુબેન હડકર હાઈસ્કુલ ખાતે ચિત્રસ્પર્ધા તેમજ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આજરોજ ડો.ગંગુબેન હડકર હાઈસ્કુલ (ગુજરાતી-અંગ્રેજી) માધ્યમ તેમજ શ્રીમતી ચંદાબેન ભાઈદાસ પ્રા.મિશ્રશાળા ખાતે ચિત્રસ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, સર્જનાત્મક જાગૃતિ રાષ્ટ્રનિર્માણની ભાવના વિકસે તે હેતુથી કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપુર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા દ્વારા વિચારોનું પ્રદર્શન કર્યુ હતુ.કાર્યક્રમમાં માધ્યમિક વિભાગના આચાર્ય મનહરભાઈ વાઘેલા, પ્રાથમિક વિભાગના આચાર્ય મંજુલાબેન ચૌહાણ, શાળાના તમામ વિભાગના શિક્ષકમિત્રો તેમજ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.
