3

જિલ્લા સંયોજક દિવ્યેશ પટેલ, પ્રમુખ જય તરૈયા અને મહામંત્રી મનીષ ચૌહાણની ઉપસ્થિતિમાં યોજાયેલી સ્પર્ધામાં બાળકોએ પોતાના મનમાં રહેલા વિકસિત ભારતના સ્વપ્નોને ચિત્રો અને વક્તૃત્વના માધ્યમથી રજૂ કર્યા હતા.

વિદ્યાર્થીઓના ચિત્રો અને વક્તવ્યોમાં આત્મનિર્ભર, સમૃદ્ધ, સ્વચ્છ, સુરક્ષિત તથા વિશ્વમાં અગ્રેસર ભારતની કલ્પના જોવા મળી હતી. બાળકોએ દેશના ભવિષ્ય અંગે પોતાના વિચારો અને અપેક્ષાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે, આજની પેઢીના બાળકોના વિચારો અને સપનાઓ આવતીકાલના ભારતના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવશે. વિકસિત ભારત @2047ના સંકલ્પને સાકાર કરવા માટે બાળકોમાં રાષ્ટ્રનિર્માણની ભાવના અને સર્જનાત્મક વિચારોને પ્રોત્સાહન આપવાના હેતુથી આ પ્રકારની સ્પર્ધાઓનુંઆયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો