ભરૂચ : મકતમપુર ખાતે આવેલી લીટલ સ્ટાર્સ હાઈસ્કુલમાં વિદ્યાર્થીઓમાં નશામુકિત અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી નશામુકિત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ દરમયાન બ્રહ્માકુમારી સંસ્થા તરફથી ઉપસ્થિત બહેનોએ વિદ્યાર્થીઓને નશાના દુષ્પરિણામો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમના માધ્યમથી વિદ્યાર્થીઓમાં નશામુકિત પ્રત્યે જાગૃતિ સાથે સ્વસ્થ જીવનશૈલી અને સામાજીક જવાબદારીની ભાવના વિકસાવવાનો મહત્વપુર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
