ભરૂચ : સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ તથા ભારત ભારતી ભરૂચના સંયુકત ઉપક્રમે કસક ખાતે આવેલા વડીલોના ઘર માં ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનની લાગણીસભર ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમ્યાન સંસ્કૃતિ ટ્રસ્ટ અને ભારત ભારતીની બહેનોએ વડીલો તેમજ ઉપસ્થિત ભાઈ-બહેનોને રાખડી બાંધી મીઠાઈ ખવડાવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભાજપના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, પીએસઆઈ વૈશાલીબેન આહીર, ભારત ભારતીના રૂદ્ર નારાયણ અને રાજેશભાઈ તેમજ સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્કૃતિક ટ્રસટના સહ-સ્થાપક હેમાબેન પટેલ, સેક્રેટરી સીમાબેન ચૂડાસમા, પ્રોજેકટ ચેરમેન નીલમ ઠાકુર, માધુરી ચૌધરી તેમજ ભારત ભારતીના ભરૂચ જિલ્લા પ્રમુખ નામદેવ પારઘી, સંયોજક યોગેશભાઈ પાટીલ અને મહિલા સંયોજિકા દિપીકાબહેન શાહ સહિત બંને સંસ્થાઓમાં સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપુર્ણ યોગદાન આપ્યુ હતુ.
