સંજેલી : દાહોદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ ઉજવણીના અંતિમ દિવસે સંજેલી તાલુકાના માંડલી ગામની સરકારી પ્રાથમિક શાળા ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાની અધ્યક્ષતા હેઠળ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ હતી.જેનું સમગ્ર સંચાલન શાળાની વિદ્યાર્થીનીએ કર્યું હતું. જેમાં આંગણવાડી ના નાના નાના ભૂલકાઓ ને તિલક કરી ને ડીડીઓ એ પ્રવેશ અપાવ્યો હતો. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ અને બેટી બચાવો વિષય પર વક્તવ્ય પણ રજૂ કરાયું હતું. ડીડીઓના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં એપીએમસી ચેરમેન જશુભાઈ, તાલુકા પંચાયત સભ્ય ચિરાયુ બામણીયા, તાલુકાના ઉપપ્રમુખ મોહનભાઈ ચરેલ, ટીપીઓ જીગ્નાશા અમૃતિયા તેમજ આંગણવાડીના કાર્યકરો અને વાલીઓ હાજર રહ્યા હતા.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: