ભરૂચ જિલ્લામાં હજી મહિના પહેલાં જ આયોજન અધિકારી તરીકે પ્રમોશન મેળવીને આવેલાં પિયુશકુમાર ઉકાણીએ તેમના ભાડાના મકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરવાના કિસ્સામાં પોલીસ તમામ પાસાઓ તપાસી રહી છે. તેમની આંત્યેતિ3 ચિઠ્ઠી મુજબ તેમના પર ક્રેડિટ કાર્ડની લોનના હપ્તાના ટેન્શનમાં તેમણે આંત્યેતિ3 પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. વિશ્વસનિય સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, મૃત3 પિયુશકુમાર ઉકાણી છોટાઉદેપુર ખાતે ફરજમાં હતાં. ત્યારે પણ તેઓ લોનના હપ્તાને લઈને ચિંતિત હોવાનું જાણવા મળ્યું છે.
છોટાઉદેપુરમાં આંકડા અધિકારી તરીકે ફરજ બજાવતાં પિયુશકુમાર ઉકાણીની એ3 મહિના પહેલાં જ ક્લાસ વન અધિકારીના પ્રમોશન સાથે ભરુચમાં આયોજન વિભાગમાં બદલી થઈ હતી. તેમણે મહિના પહેલાં જ તુલસીધામ શાકમાર્કેટ પાસેની રામેશ્વર સોસાયટીમાં એ3 મકાન ભાડે રાખ્યું હતું. અને તેમનો પરિવાર ત્યાં રહેતો હતો. તેમની પત્ની તેમજ સંતાન સુરત તેમના સંબંધીને ત્યાં ગયાં હતાં. દરમિયાનમાં બે દિવસ એકલતામાં વિચારોમાં ગરકાવ થઈ જઈ પડી ભાંગેલાં પિયુશકુમારે ગઈકાલે સવારના સમયે તેમના ઘરની બાલ્કનીમાં હુકમાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. અરસામાં તેમના ઘરની સામે રહેતી એ3 મહિલા કપડાં સુકાવવા ગઈ હતી. તે વેળાં તેણે તેમને જોતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયાં હતાં. પોલીસે આવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. મૃતકના ભાઈએ ફરિયાદ આપતાં પોલીસે તેના આધારે તપાસ શરૂ કરી છે. હાલમા પોલીસ તેમણે કઈ કઈ બેન્ક કે ક્રેડિટ કાર્ડની લોન લીધી હતી. તેની વિગતો તેમજ તેમના પર કુલ કેટલું દેવું થયું હતું. તેની વિગતો એકત્ર કરવાની કવાયત હાથ ધરી છે. પ્રાથમિ3 તબક્કે આર્થિ3 સંકળામણ સિવાય આપઘાતનું અન્ય કોઈ કારણ હોય તેમ લાગતું ન હોવા છતાં પોલીસ તમામ પાસાઓ તપાસી રહી છે.
