ભરૂચ : ભરૂચ ખાતે સ્વરાકાર મ્યુઝિક ફાઉન્ડેશન દ્વારા આયોજીત સ્વરાકાર 2026 કાર્યક્રમ સંગીત રસિકોના ઉત્સાહભર્યા પ્રતિસાદ વચ્ચે સફળતાપુર્વક યોજાયો હતો. કાર્યક્રમના પ્રથમ સત્રમા પંડિત અમર ઓકે દ્વારા રાગ પૂરીયા ધનાશ્રી અને રાગ દુર્ગાની સુંદર વાંસળીવાદન રજુઆત કરવામાં આવી હતી. જેમાં તબલાપર અજિંક્ય જોશીએ સંગત આપી હતી. બીજા સત્રમાં વિદુષી ગાયત્રી જોશીએ રાગ જોગ તેમજ ભૈરવી ઠુમરીની ભાવસભર રજુઆત કરી હતી. હાર્મોનિયમ પર આકાર સુરતી અને તબલા પર અજિંક્ય જોશીએ સંગત કરીહતી. આ પ્રસંગે ભારતીય શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ વરિષ્ઠ સંગીતકાર સુકેતુ ઠાકરનું સ્વરાકાર મ્યુઝિક ફાઉન્ડેશનના ડિરેકટર ડો.પલક કાપડિયા અને સ્વરાકાર ટીમ હસ્તે સન્માન કરવામા આંવ્યુ હતુ. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કલાકારોની રજુઆતને હ્ય્દયપુર્વક વધાવી હતી.

Rajkot : રામદેવ ડાંગરની ટોળકી વિરુદ્ધ ગુજસીટોક દાખલ, ક્રાઈમ બ્રાન્ચે 5માંથી 3 આરોપીની કરી ધરપકડ









