નર્મદા નહેરમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશી
જંબુસર-આમોદ તાલુકા સહિત આસપાસ ના વિસ્તારમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને સિંચાઈના પાણીની ચિંતા સતાવી રહી હતી.ત્યારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને નર્મદા નહેરમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.નહેરમાં નર્મદાનું પાણી પહોંચતા ખેડૂતો અને આગેવાનોએ નર્મદા મૈયાના વધામણા લીધા હતા.
આ પ્રસંગે નર્મદા નહેર ખાતે શ્રીફ્ળ અને પુષ્પ અર્પણ કરી નર્મદા મૈયાની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. તેમજ ખેડૂતોને મબલખ પાક મળે તેવી પ્રાર્થના કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વરસાદ ખેંચાતા ખેડૂતોને સિંચાઈના પાણીની જરૂરિયાત ઊભી થઈ હતી.ખેડૂતોની સમસ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને નવરાત્રી પહેલાં નર્મદા નહેરમાં પાણી છોડવામાં આવે તેવી માંગ સાથે પત્ર લખી રજૂઆત કરાઇ હતી. રજૂઆતને રાજ્ય સરકારે ત્વરિત સ્વીકારી ખેડૂતોના હિતમાં નર્મદા નહેરમાં પાણી છોડવાનો નિર્ણય કર્યો હતો. પાણી છોડાતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો