અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-48 પર મુલદ ટોલપ્લાઝા નજીક આજે સવારના સમયે અચાનક એક ટ્રકમાં આગ ફાટી નીકળતાં દોડધામ મચી હતી.


ચાલતી ટ્રકમાંથી ધુમાડો નીકળતો દેખાતા ટ્રક ચાલકે સમયસૂચકતા દાખવી વાહન સાઇડમાં ઉભું રાખી નીચે ઉતરી ગયો હતો, જેના કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો.આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર ફાયટરોએ આગ પર નિયંત્રણ મેળવી લીધું હતું. જોકે, આગના કારણે ટ્રકને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.ટ્રકમાં આગ લાગવાના પગલે NH-48 પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફ્કિજામના દ્રશ્યોસર્જાયા હતા. પોલીસ દ્વારા ટ્રાફ્કિને નિયંત્રિત કરી ધીમે ધીમે વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાયો હતો.આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાઇવે ઉપર બનતી આવી દુર્ઘટનાઓથી લોકોમાં ભયનો માહોલ સર્જાતો હોય છે ત્યારે તંત્રએ આ મામલે યોગ્ય પગલા લઇ વ્યવસ્થા કરવા માગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: