ભરૂચ જિલ્લામાં હાલમાં માછીમારોની સિઝન આવી છે. ભરૂચ જિલ્લામાંથી પસાર નદી નર્મદા નદીના મીઠાં પાણીમાં ઈંડા મુકવા માટે દરિયામાંથી હિલ્સા મચ્છી આવતી હોય છે. ત્યારે માછીમારો આ સમયગાળામાં માછીમારી કરતાં હોય છે. ત્યારે ચોમાસાના ચાર મહિનામાં તેઓ દશમ કે અગિયારસથી પુનમ કે પડવા સુધી દરિયા અને નદીના સંગમ વિસ્તારમાં નાવડીમાં જ રહી ને મચ્છીમારી કરે છે. જે બાદ તેઓ કિનારે આવી 3-4 દિવસ સુધી સતત નદીમાં રહી ત્યાં જ નાવડીમાં ખાવાનું, ન્હાવા-ધોવાનું કરતાં હોય છે.ગત વખતનો જૂવાર સારો ગયો હોવાને કારણે આ હવેનો આ વખતનો વધુ સારો રહેશે તેવી આશા માછીમારોએ લગાવી છે.
કેટલાંક માછીમારોએ ગુરુવારે સાંજથી તો કેટલાંકે શુક્રવારે બીજા જૂવારની માછીમારી કરવા માટે ઉપડી ગયાં હતાં. ભાડભૂત ગામના સામાજિક આગેવાન કમલેશભાઈએ જણાયું હતું કે, આ વખતે સારો ફાલ આવે તેવી શક્યતાઓ છે.
