અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ દૂર કરવા લાંબા સમયથી લોકો રજૂઆત કરી રહ્યા છે દરમિયાન બુધવારે આ વિસ્તારમાં તોફાને ચઢેલા એક આખલાએ પાંચ લોકોને અડફેટે લઇને ઇજાગ્રસ્ત કર્યા હતા જે પૈકી એક મહિલાની હાલત ગંભીર છે.


ઘટનાની વિગત મુજબ, ગડખોલ વિસ્તારમાં એક દક્ષિણ ભારતીય દંપતી રીક્ષા મારફ્તે ઐયપ્પા મંદિરે દર્શન કરવા અને ત્યાં ચાલી રહેલા ઉત્સવમાં ભાગ લેવા આવ્યું હતું. દંપતી હજુ રીક્ષામાંથી નીચે ઉતર્યું પણ ન હતું ત્યાં જ એક આખલાએ અચાનક તેમના પર હુમલો કર્યો હતો. આખલાએ પહેલા મહિલાને જોરદાર ટક્કર મારી જમીન પર પાડી દીધી અને ત્યારબાદ જમીન પર પડેલી મહિલા પર સતત હુમલા કરતો રહ્યો હતો. પત્નીને બચાવવા વચ્ચે પડેલા પતિ પર પણ આખલાએ હુમલો કરી તેમને ફ્ંગોળી દીધા હતા. આ ભયાનક દ્રશ્ય જોઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોએ આખલાને ભગાડવા માટે પાણી ફેંકયુ હતું, પરંતુ તે વધુ ઉગ્ર બન્યો હતો અને લોકોની પાછળ દોડી-દોડી હુમલા કરતો રહ્યો હતો, જેના કારણે વિસ્તારમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. આ દરમિયાન કુલ 5 લોકોને અડફેટે લીધા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. ચાર ઘાયલોને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેમને ICUમાં રાખવામાં આવ્યા છે.

રખડતાં ઢોરને ડબ્બે પુરવા આદેશ

ગડખોલ ગામે બુધવારે સાંજે અયપ્પા મંદિર પાસે એક રખડતા આખલા એ 5 રાહદારીઓ ને અડફેટે લીધા હતા જેને કારણે એક મહિલા ને ICU માં સારવાર માટે દાખલ કરવામાં આવી છે આ ઘટના પછી લોકો માં ભારે રોષ ફેલાયો છે. આ અંગે અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી હીરેન બારોટે તાત્કાલિક અસરથી હુકમ કર્યો હતો કે તાલુકાના દરેક ગામમાં આવા રખડતા ઢોરોને ડબ્બામાં પુરી તેના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: