ઓપરેશન હેલ્થ અંતર્ગત ભરૂચ જિલ્લામાં નેશનલ હાઈવે પરની હોટેલોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. આરોગ્યમંત્રી દ્વારા આપવામાં આવેલ ઓપરેશન હેલ્થ અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ભરૂચ દ્વારા વડોદરા-ભરૂચ-સુરત નેશનલ હાઈવે નં.48 ઉપર ભરૂચ જીલ્લાની હદમાં આવતી તમામ હાઈવે હોટેલોની તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં દિવાળી વેકેશન ચાલી રહ્યુ હોવાથી મોટી સંખ્યામાં લોકો હરવા-ફરવા નીકળે છે. આ મુસાફરોને શુદ્ધ, સાત્વિક અને પોષણયુકત ખોરાક મળી રહે તે માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી છે. તપાસ દરમ્યાન હોટલ સંચાલકો લોકોને શુદધ અન સાત્વિક ખોરાક પીરસે છે કે નહી, ખોરાક બનાવવા માટે વપરાતો કાચો માલ ઉચ્ચ ગુણવત્તાવાળો છે કે નહી, હોટેલમાં સાફ-સફાઈ અને સ્વચ્છતા જાળવવામાં આવે છે કે નહી, હોટલમાં કામ કરતા કર્મચારીઓ વ્યકિતગત સ્વચ્છતા જાળવે છે કે નહી વગેરે બાબતો ચકાસવામાં આવી હતી. આ ડ્રાઈવ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 21 હોટલોની તપાસ કરવામાં આવી છે. તેમાંથી 6 હોટોલોએ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એકટ-2006 ના શિડયુલ-4 ની શરતો અને જોગવાઈઓનું પાલન ન કર્યુ હોવાથી તેમને સુધારા નોટીસ આપવામાં આવી છે. શરતોનું પાલન ન કરવા બદલ 1 હોટલને સેલ્ફ ક્લોઝર (સુધારા ન કરે ત્યાં સુધી) તથા આશરે 18 કિલો બીનઆરોગ્યપ્રદ ખોરાક (પંજાબી ગ્રેવી વિગેરે શાકભાજી તથા અન્ય રોટ મટીરીયલ) નો યોગ્ય જગ્યા સ્વૈચ્છીક રીતે નાશ કરેલ છે. સાથે જ તમામ હોટેલ સંચાલકોઅ પોતે વેચતો આઈસક્રીમ દૂધમાંથી બનેલો છે કે પછી પામ તેલ અને મિલ્ક પાવડરમાંથી બનેલુ આઈસ્ક્રીમ જેવુ દેખાતુ ફ્રોઝન ડેઝર્ટ છે તે ગ્રાહકો જોઈ શકે તે રીતે સ્પષ્ટ બોર્ડ લગાવવુ પડશે. આ માટ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તથા આગામી દિવસમાં તમામ હાઈવે હોટેલની તપાસ થશે,
