જળસંરક્ષણની નવી પહેલ

ઝઘડિયા : ગેલેક્સી સરફેક્ટન્ટ્સ લિમિટેડ દ્વારા તેની CSR પહેલસમાજીક ઉત્થાન અંતર્ગત તલોદરા ગ્રામ પંચાયતના નવાગામ મોટા ગામ ખાતે તળાવ ઊંડું કરવાના પ્રોજેક્ટનું ઉઘ્દાટન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ તળાવની જળસંગ્રહ ક્ષમતા વધારવી, ભૂગર્ભ જળસ્તર સુધારવું તથા વિસ્તારમાં જળસંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રોજેક્ટનું ઉઘ્દાટન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર કે. નટરાજનના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, ફેક્ટરી મેનેજર શશાંક ધોટે,CSR હેડ કર્નલ અમરજીત દાસ, તલોદરા ગ્રામ પંચાયતનાં સરપંચ ઉર્મિલાબેન વસાવા, ઉપસરપંચ વિકાસભાઈ વસાવા, ગ્રામ પંચાયતના સદસ્યો પ્રતિનિધિઓ, તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ નરેન્દ્રભાઇ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય વિઠ્ઠલભાઈ વસાવા, ભાજપના યુવા ઉપ પ્રમુખ સંદિપ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.