2

ભરૂચ ખાણ ખનીજ વિભાગની ટીમે શુક્લતીર્થ સહિત ઝઘડિયા અને આમોદ તાલુકામાં ભુમાફિયાઓના સામે દરોડો પાડી રૂ. 3.10 કરોડથી વધુનો બિનઅધિકૃત મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનરગના સ્પષ્ટ આદેશો અને 30 સપ્ટેમ્બર બાદ નર્મદા નદીના પટમાં રેતી ખનન પર નિયંત્રણો હોવા છતાં શુક્લતીર્થમાં ગેરકાયદેસર ધમધમતા રેતી ખનન સામે ખાણ-ખનિજ વિભાગે લાલઆંખ કરી હતી. સોમવારે ભરૂચ જિલ્લા ખાણ-ખનિજ વિભાગની તપાસ ટીમે શુક્લતીર્થ ખાતે નર્મદા નદીના પટમાં સાદી રેતી ખનીજના બિનહધિકૃત ખનન અને સંગ્રહ સ્થળ દરોડા પાડયાં હતાં. તપાસ દરમિયાન સ્થળ પરથી 3 એકસક્વેટર મશીન, એક બાર્જ તેમજ બે યાંત્રીક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કાર્યવાહીમાં દેવેન્દ્રસિંહ પરમાર તેમજ કર્તવ્ય ઠાકોર દ્વારા ગેરકાયદે ખનન કરતું હોવાથી પ્રાથમિક વિભાગો સામે આવતાં ખનન માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. ઉપરાંતખાણ ખનીજ વિભાગે ઝઘડિયા તેમજ આમોદતાલુકામાંથી પસ્સિલીકા સેન્ડ,બ્લક્ટ્રેપ અને સાદી રેતીના બિન અધિકૃત વહન બદલ 4 વાહનો પણ જપ્ત કરય હતા. સમગ્ર ઝૂંબેશ દરમિયાન તંત્ર દ્વા કુલ 3.10 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટીમ દ્વારા જિલ્લાના રેતીમાફિયાઓ તેમજ ખનીજની ગેરકાયદે હેરાફેરી કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો