ગુજરાત સરકાર અને જી.એસ.એફ્.સી. (GSFC) ના સંયુક્ત સાહસ તરીકે વર્ષ 1976 માં ભરૂચ ખાતે સ્થાપિત ગુજરાત નર્મદા વૅલી ફ્ર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ GNFC આજે માત્રએક કંપની નથી, પરંતુ લાખો ખેડૂતો અને નાગરિકોના અતૂટ વિશ્વાસનું પ્રતીક બની ચૂકી છે. લાખો ખેડૂત સભાસદો અને ડીલરોના સહકારી નેટવર્ક સાથે જોડાયેલી આ સંસ્થા ખેડૂતોને નિઃશુલ્ક સોઈલ ટેસ્ટિંગ લેબોરેટરી, ખેડૂત શિબિરો અને નર્મદા કિશન પરિવાર માસિક પત્ર દ્વારા આધુનિક ખેતીનું જ્ઞાન ઘર-ઘર સુધી પહોંચાડે છે. GNFC ભરૂચ ખાતે વિશ્વનો સૌથી મોટો સિંગલ-સ્ટ્રીમ એમોનિયા-યુરિયા પ્લાન્ટ ધરાવે છે. સાઉથ એશિયામાં GNFC એકમાત્ર એવો પ્લાન્ટ છે જે એનીલીન, ટૉલ્યુડિન અને એમોનિયમ નાઈટ્રેટ (ટેકનિકલ ગ્રેડ) જેવા મહત્વના કેમિકલ્સનું ઉત્પાદન કરી વિદેશી આયાત પરની નિર્ભરતા ઘટાડીને દેશનું અબજો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ બચાવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 100% લીમડાના કોટિંગવાળા યુરિયાના વિઝનને સાકાર કરવા માટે શરૂ કરાયેલો નિમ પ્રોજેક્ટ આજે એક સામાજિક-આર્થિક ક્રાંતિ બની ચૂકી છે અને ગામડાની અંદાજે 4.50 લાખથી વધુ ભૂમિહીન ગ્રામીણ મહિલાઓને રોજગારી આપી છે, જેની નોંધ ખુદ સંયુક્ત રાષ્ટ્ર (UNDP) એ પણ લીધી છે. કંપની પોતાની આગામી સુવર્ણ જયંતિ નિમિત્તે ભરૂચ અને વાગરા તાલુકાના 50 ગામોના સર્વાંગી વિકાસ માટે 50 વિકસિત ગામો - વિઝન 2047 જેવી મહત્વાકાંક્ષી પહેલ શરૂ કરશે. સીએસઆર પાંખ નર્મદાનગર રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા ભરૂચ અને દહેજના ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ, કૌશલ્ય વર્ધન રોજગારી જેવાં અનેક કાર્યો હાથ ધર્યા છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: