6
ઝઘડિયા તાલુકાના રતનપુર ગામથી ત્રણ કિલોમીટર દુર ડુંગર પર આવેલ હઝરત બાવાગોરની દરગાહનો ચસ્મો (પાણીનો કુંડ) તા.8 ઓકટોબર ને ગુરૂવારના રોજ પરંપરાગત વાર્ષિક પ્રણાલી મુજબ વધાવવામાં આવશે. ઉલ્લેખનીય છેકે આ ચસ્મો (પાણીનો કુંડ) વર્ષોથી હઝરત બાવાગોર દાદાના વખતથી ડુંગર પર મોજુદ છે,અને દરવર્ષે ચોમાસા દરમિયાન ભાદરવા મહિનાના છેલ્લા ગુરૂવારે ચસ્મો વધાવવાની વિધિ કરવામાં આવે છે. આ પ્રસંગે હઝરત કમાલુદ્દિન બાવા (વડોદરા)અને દરગાહની જગ્યાના હાલના ગાદીવારસ હઝરત જાનુબાપુના હસ્તે પરંપરાગત ફુલ, ધાણી અને નાળિયેરથી ચસ્મો વધાવવામાં આવશે. ચસ્મો વધાવવાના દિવસે આ સ્થળે મેળાનું આયોજન થાય છે. શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં મેળામાં આવે છે અને હઝરતની મુબારક દુઆઓ (આશિર્વાદ)નો લાભ મેળવે છે.
