ભરૂચ શહેરમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સશક્ત પરિવારની ઓળખ, સવસ્થ માતા અને ખુશહાલ સંતાનની થીમને અનુસરીને રેલીનું રેલવે સ્ટેશનથી આયોજન કરાયુ હતુ. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ ઉપસ્થિત આરોગ્ય અધિકારીઓએ ફ્લેગ બતાવી રેલીને પ્રસ્થાન કરાવ્યુ હતુ. કુટુંબ નિયોજન સહિત સામાન્ય લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુથી યોજાયેલી આ રેલીનું જિલ્લા પંચાયત ખાતે સમાપન થયુ હતુ.
આ રેલીમાં કુટુંબ નિયોજન અંતર્ગત નાનુ કુટુંબ, સુખી કુટુંબ, ઘરમા બે બાળકોની, જોડી, સુખ વધારે અને ચિંતા થોડી જેવા વિવિધ પ્લેકાર્ડ સાથે રેલી કાઢવામાં આવી હતી.
