ભરૂચ : ભરૂચના વેજલપુર ખાતે ખારવા પંચ પ્રેરિત યુવા સમિતિ દ્વારા ઈનામ વિતરણ તથા સન્માન સમારોહ 2026 નું આયોજન કરવામાં આવ્યુ હતુ. શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર 70 થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ. સમારોહમાં ધો.10 અને 12 માં 70 ટકાથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ ઉપરાંત સ્નાતક, અનુસ્નાતક તેમજ વિવિધ વ્યવસાયીક અભ્યાસક્રમ પુર્ણ કરનાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વિવિધ કેટેગરીમાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમ મેળવનાર આશરે 23 ટોપર વિદ્યાર્થીઓને આકર્ષક ઈનામો, ભેટો અને મોમેન્ટો અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમારોહમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપના મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી, માજી પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રી, શિક્ષણ વિભાગના અધિકારી ડો.દિવ્યેશ પરમાર, બાબુભાઈ મિસ્ત્રી, પીએસઆઈ ઈન્દ્રવદન મિસ્ત્રી, મનિષ મિસ્ત્રી સહિત પંચના ટ્રસ્ટીગણ અને સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
