વાલીયા તાલુાકના કોંઢ ગામે દરોડા પાડીને તંત્ર દ્વારા ગેરકાયદે ખનીજ ખનન ઝડપી પાડયુ હતું અને તંત્રએ સ્થળ ઉપરથી આશરે રૂા.50 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે.
જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ કરીને ગેરકાયદે ખનન પ્રવૃતિને ઝડપી પાડીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અનુસાર ભરૂચ ભુસ્તરશાસ્ત્ર્રીની સુચના મુજબ ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા આકસ્મિક ખનીજ વહન તપાસ હાથ ધરવામાં આવી હતી. જે અન્વયે તા.2 જાન્યુઆરી શુક્રવારના રોજ ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ ખાતુ, ભરૂચની તપાસ ટીમ દ્વારા વાલીયા તાલુકાના કોંઢ ખાતે સાદીમાટી ખનીજના બિનઅધિકૃત ખનન અન્વયે આકસ્મિક તપાસ હાથ ધરતા 1 એક્સકેવેટર મશીન (હ્યુન્ડાઇ) દ્વારા સાદીમાટી ખનીજના બિનઅધિકૃત ખનન માટે અંદાજિત કુલ રૂ. 50 લાખનો મુદ્દામાલ બિનવારસી સીઝ કરી સરપંચ, કોંઢ ગ્રામ પંચાયત હસ્તક મૂકવામાં આવ્યો અને તે માટે નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવી હતી.










