તરખંડા : ઘોઘંબા તાલુકાના ફ્રોડ ગામની શ્રી કામનાથ હાઈસ્કૂલ ખાતે 80મા સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે શાળા પરિવાર, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળા સંચાલક મંડળના મંત્રી સામતભાઈ પરમારના હસ્તે ધ્વજ વંદન કરાયું હતું. રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ ઉપસ્થિત તમામે ઝંડા ગીત, રાષ્ટ્રગીતનું ગાન કરીને શહીદોને ભાવભરી અંજલિ અર્પી હતી. વિદ્યાર્થીઓએ ભારત માતા કી જય, વંદે માતરમ અને સ્વાતંત્ર્ય સેનાનીઓનો જયઘોષ બોલાવતા દેશભક્તિની લહેર છવાઈ ગઈ હતી. વિદ્યાર્થિનીઓએ દેશભક્તિ ગીત રજૂ કર્યું હતું. આચાર્ય તેજસભાઈ શાહ અને શિક્ષકોએ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો