જંબુસર : જંબુસર જૈન સંઘ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન વડોદરા મુકામે કરવામાં આવ્યું હતું. જંબુસર સાથે જોડાયેલા તેમજ હાલમાં વડોદરા સહિત વિવિધ સ્થળોએ વસવાટ કરતા જૈન સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન સમાજના વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનાર તથા સિદ્ધિ મેળવનાર સભ્યો, સૌથી વયસ્ક વ્યક્તિઓ, તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન કરી તેમની સિદ્ધિને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે સંઘ પ્રમુખ ડો. રાજેશભાઈ સી. જૈને પોતાના ઉદબોધનમાં સમાજના સભ્યોને જંબુસરના દેરાસર અને ઉપાશ્રય સાથેના સંબંધને જાળવી રાખવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ દરમ્યાન મનોરંજન સાથે સમાજમાં પરસ્પર સ્નેહ અને એકતાની લાગણી વધુ મજબૂત બને તે હેતુથી રાસ-ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૈન સમાજના ભાઈઓ તથા બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે વિજેતાઓને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
