જંબુસર શહેર તેમજ તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે જંબુસરના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.


આ પ્રસંગે સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ગાય ભારતીય સંસ્કૃતિ, કૃષિ વ્યવસ્થા અને ગ્રામ્ય અર્થતંત્રનું મહત્વપૂર્ણ અંગ છે. દેશના લાખો ખેડૂતો અને પશુપાલકોના જીવન સાથે ગાય સીધી રીતે જોડાયેલી હોવાથી તેના સંરક્ષણ અને સંવર્ધન માટે વધુ અસરકારક અને કડક પગલાં લેવામાં આવવાની જરૂરિયાત છે. ગૌવંશના કલ્યાણ અને સંરક્ષણને વધુ મજબૂત બનાવવા કેન્દ્ર સરકાર ગાયને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરે તેવી માંગ આવેદનપત્ર મારફ્તે કરવામાં આવી હતી.

આવેદનપત્ર સોંપવાના કાર્યક્રમમાં મુફ્તી અહમદ દેવલવી (પ્રમુખ, જામિયતે ઉલમાએ હિન્દ - ગુજરાત), ઝાકીરભાઈ શેખ (પ્રમુખ, એહલે વલ સુન્નત જમાત), મોહમ્મદ હનીફ્ શેખ (અમીર, જમાતે એહલે હદીસ), સાકીર મલેક, અનિશભાઈ વકીલ, સઈદભાઈ મલેક, મુસ્તાકભાઈ કારભારી સહિત સમાજના અગ્રણી આગેવાનો અને મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: