જંબુસર શહેરને વધુ સ્વચ્છ અને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ફળવવામાં આવેલા આશરે રૂ. 70 લાખના ખર્ચે ખરીદાયેલા જેટિંગ કમ સક્શન અને ડસ્ટિંગ મશીનનું લોકાર્પણ ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે કરાયું હતું. આ નવા સાધનોના ઉપયોગથી શહેરની ગટર વ્યવસ્થા અને સફઈ કામગીરીમાં નોંધપાત્ર સુધારો થવાની આશા વ્યક્ત કરાઈ હતી.


જંબુસર શહેરને વધુ સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત બનાવવા માટે નગર પાલિકાને રાજ્ય સરકાર તથા જીયુડીસી દ્વારા આશરે રૂ. 70 લાખના ખર્ચે જેટિંગ કમ સક્શન અને ડસ્ટિંગ મશીન ફળવાયા છે. આ આધુનિક મશીનોનું લોકાર્પણ જંબુસર નગર પાલિકા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ લોકાર્પણ પ્રસંગે બ્રાહ્મણોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે પૂજા-વિધિ યોજાઈ હતી. ત્યારબાદ ધારાસભ્ય ડી.કે. સ્વામી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કૃપાબેન દોશી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મશીનોને કાર્યરત કરાયા હતા. આધુનિક જેટિંગ કમ સક્શન મશીનના ઉપયોગથી શહેરની ગટરની મુખ્ય લાઈનમાં સર્જાતી ચોકઅપની સમસ્યાના નિવારણમાં મદદ મળશે. પાણીના પ્રેશર દ્વારા ગટરલાઈનની અસરકારક સફઈ કરવામાં આવશે તેમજ કાદવ, કિચડ અને સ્લજ દૂર કરવાની કામગીરી સરળ બનશે. પરિણામે શહેરમાં વારંવાર સર્જાતી ગટર ઉભરાવાની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે અને નાગરિકોને વધુ સારી સ્વચ્છતા સુવિધા ઉપલબ્ધ બનશે. કાર્યક્રમમાં જંબુસર નગરપાલિકાના પ્રમુખ ચૈતાલીબેન પ્રજાપતિ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કૃપાબેન દોશી, નગર પાલિકા ઉપપ્રમુખ દલપતભાઈ વાઘેલા, ભાજપ અગ્રણી વિરેનભાઈ શાહ સહિત નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: