અછાલીયા : ઝઘડીયા તાલુકાના નર્મદા તટે આવેલ કપિલમુની દ્વારા સ્થાપિત પ્રાચીન શિવમંદિર ખાતે લઘુરૂદ્ર યાગ સંપન્ન થયો હતો ,બ્રહ્મવૃંદ દ્વારા વેદોક્ત વિધિસર યજ્ઞકાર્ય યજમાનો સમુદાયને કરાવ્યો હતો ,મોટી સંખ્યામાં શિવભક્તોએ યજ્ઞ દર્શન ભસ્મ તિલક મસ્તકે લગાવી શિવમંત્ર આરતી સ્તુતિ ધૂન નું ગાન પ્રસાદ ગ્રહણ કરી કૃતાર્થ થયા હતા ,આ અવસરે શિવજીને પ્રિય નાગદેવતા ના પાર્થેશ્વર નું નિર્માણ કરવામાં આવ્યું હતું
