ભરૂચ : ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ બ્રહ્મકુમારીઝ અનુભુતિ ધામ ખાતે 10 કરોડ નશામુકત પ્રતિજ્ઞા મહાઅભિયાન અંતર્ગતજનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, મહીલાઓ તેમજ વિવિધ સામાજીક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહપુર્વક જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત શાંતિ સંદેશ અને વ્યસનમુકિતના સંકલ્પ સાથે કરવામાં આવી હતી. ઉપસ્થિત તમામ લોકોએ જીવનમાં કોઈપણ પ્રકારના નશાનો ત્યાગ કરવાનો, પોતાના પરિવાર, શાળા, સમાજ અને દેશને વ્યસનમુકત બનાવવા માટે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમ દરમ્યાન નશામુકત ભારતના સંદેશ સાથે જનજાગૃતિ અભિયાન ચલાવવા આહવાન કરવામાં આવ્યુ હતુ.
