બોડેલી - છોટાઉદેપુર નેશનલ હાઈવે સિમરીયા ગામ પાસેથી પસાર થતી મેરીયા નદી પરનાં મેરીયા બ્રિજની સલામતીને ધ્યાનમાં રાખી બ્રિજની જરૂરી મરામતની કામગીરી શરુ કરાઇ છે. હાલમાં બ્રિજ ઉપરથી વાહન વ્યવહારને સંપૂર્ણપણે બંધ રખાયો છે.
મરામતને લઈ બ્રિજ પરનો વાહન વ્યવહાર બંધ કરાયો હોવાને કારણે વાહન ચાલકો હવે બાજુમાં મેરીયા નદીમાં સેન્ડ એસોસિએશન દ્વારા બનાવેલ ડાયવર્ઝનનો ઉપયોગ કરી રહ્યાં હતા. હાલ આ ડાયવર્ઝન વાહન ચાલકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહ્યો છે. હાલમાં નાના મોટા દરેક વાહનોને ડાયવર્ઝન માર્ગ પરથી પસાર કરાઇ રહ્યો છે. જોકે ડાઈવર્ઝન પર વાહન વ્યવહારનું ભારણ વધતા રોડની બંને તરફ્ વાહનોની લાંબી કતારો જોવા મળે છે. ત્યારે પરિસ્થિતિ તેને ધ્યાને રાખી સ્થાનિક પોલીસ અને ટ્રાફ્કિ પોલીસનો સ્ટાફ્ વાહન વ્યવહારને સહજ અને સરળ બનાવવા ખડેપગે ફ્રજ બજાવે છે.










