ભરૂચના જંબુસર બાયપાસ ચોકડી પાસે આવેલી રજવાડી ચ્હાની દુકાનના સંચાલકને ભરૂચ એસઓજીની ટીમે 48 હજારની મત્તાનુ કુલ 96 ગ્રામ અફિમ સાથે ઝડપી પાડયો હતો. મુળ રાજસ્થાનો વતની એવા સંચાલકે તે પોતે અફિણનો બંધાણી હોઈ પોતાના માટે લાવ્યો હોવાની કેફિયત તેણે રજૂ કરી હતી. બનાવને પગલે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડી પાસે આવેલાં મોહમદી કોમ્લેક્ષમાં ચાલતી રજવાડી ચ્હાની ફ્રેન્ચાઈઝીના સંચાલક નરેશ તાજેત પાટીદાર (મુળ રહે. રાજસ્થાન) અફિણ રાખતો હોવાની બાતમી ભરૂચ એસઓજીની ટીમને મળતાં ટીમે તુરંત સ્થળ પર દરોડો પાડયો હતો.

રજવાડી ચ્હાની દુકાનની ઉપરના ભાગે આવેલાં રૂમમાં જ રહેતાં નરેશને ટીમે દબોચી લઈ તપાસ કરતાં તેની પાસેથી કુલ 48 હજારની મત્તાનું 96 ગ્રામ અફિણ મળી આવ્યુ હતું. ટીમે તેની ધરપકડ કરી પુછપરછ કરતાં તેણે કબુલ્યું હતું કે, તેણે તેના પોતાના માટે અફિણ લાવ્યો હતો. જોકે, તેણે તે ક્યાંથી લાવ્યો તેમજ કોની પાસેથી લાવ્યો તે અંગેની તપાસ હજી ચાલીરહી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો