08
ભરૂચ મહિલા પોલીસ મથક ખાતે પીએસઆઇ તરીકે ફરજ બજાવતા વૈશાલીબેન આહીરે પોતાના જન્મ દિવસની અનોખી ઉજવણી કરી છે. પોતાના જન્મ દિવસને સાર્થક કરવા માટે અંકલેશ્વરના દઢાલ પાસેની સાગબારા ફાટક નજીક માધવ દવાખાના ખાતે ગ્રામીણ વિસ્તારના જરૂરિયાતમંદ લોકો માટે વિનામૂલ્યે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં ડો.મિતુલ આહીર સહિતના નિષ્ણાત તબીબો ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત સ્થાનિક લોકો તેમજ પોલીસ કર્મીઓનું બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને અન્ય જરૂરી પ્રાથમિક આરોગ્ય તપાસ કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડયું હતું. કેમ્પમાં સમાજના આગેવાન સાજન આહીર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ મફ્ત હેલ્થ ચેકઅપ કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.વૈશાલી આહીર કાયદો અને વ્યવસ્થાની ફરજની સાથે મહિલા સશક્તિકરણ અને સામાજિક જાગૃતિના કાર્યોમાં હંમેશા મોખરે રહે છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો