દેડિયાપાડા અને સાગબારા વચ્ચેના મુખ્ય હાઇવે માર્ગ પર કણબીપીઠા નજીક આંગણવાડીના બાળકોને આપવામાં આવતું સંજીવની દૂધ રસ્તા પર ફેંકાયેલું જોવા મળતાં અનેક સવાલો ઊભા થયા છે.
ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ગરીબ અને પોષણની જરૂરિયાત ધરાવતા બાળકો માટે આપવામાં આવતું આ દૂધ રસ્તા પર કેવી રીતે પહોંચ્યું અને તેને કોણે ફેંક્યું તે હાલ તપાસનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ડેડિયાપાડા તાલુકાના ઘાંટોલી ગામ નજીક આવી જ પ્રકારની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. હવે ફરી એકવાર સંજીવની દૂધના પેકેટો રસ્તા પર જોવા મળતા સરકારી યોજનાઓના અમલીકરણ અને દેખરેખ સામે પ્રશ્નચિહન ઉભું થયું છે.










