ભરૂચ જિલ્લાના નર્મદાનગર ખાતે જીએનએફસીના 50 વર્ષ પુર્ણ થવાના અવસરે સુવર્ણ જયંતિ મહોત્સવનું મંગળવારે આયોજન કરાયુ હતું.આ પ્રસંગે કંપની દ્વારા વિકસાવવામાં આવેલા અદ્યતન મિયાવાકી વનનું લોકાર્પણ કરાયું હતુ. આશરે 22,000 ચોરસ મીટર વિસ્તારમાં વિકસાવાયેલા આ વનમાં 92 વિવિધ પ્રજાતિના કુલ 1,01,972 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ છે. આ પહેલથી ઔદ્યોગિક વિસ્તારમાં હળીયાળાનો વ્યાપી વધશે અને પર્યાવરણ જતનને નવી દિશા મળશે તેવી આશા વ્યકત કરવમાં આવી. આ ઉપરાંત જીએનએફસી ગોલ્ડન જ્યુબિલી કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યુ હતુ. વિદ્યાર્થીઓના વૈજ્ઞાનીક અને બૌદ્ધિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે અપગ્રેડ કરાયેલા નર્મદાનગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, અદ્યતન ટેલિસ્કોપ અને આધુનિક લાઈબ્રેરીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યુ. ઉલ્લેખનીય છે કે 1976 માં સ્થાપિત કંપનીએ કૃષિ, કેમિકલ અને ટેકનોલોજી ક્ષેત્રે મહત્વપુર્ણ યોગદાન આપ્યુ છે. છેલ્લા પાંચ દાયકામાં કંપનીએ માત્ર ઔદ્યોગિક વિકાસ જ નહી પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું પણ ઉદાહરણ પુરૂ પાડયુ છે. જીએનએફસીએ અત્યાર સુધીમાં સીએસઆર ફંડમાંથી અત્યાર સુધીમાં શિક્ષણ, આરોગ્ય પોષણ જેવા ક્ષેત્રોમાં આશરે 200 કરોડનો ખર્ચ કર્યો છે. જેના પ્રતિક સ્વરૂપે વિકસિત ભારતના લક્ષ્ય હેઠળ ભરૂચ જિલ્લાના 50 ગામોને દત્તક લઈને તેને વિકસિત ગામો બનાવવાનો કંપનીએ સંકલ્પ લીધો છે. આ કાર્યક્રમમાં રાજયના મંત્રીઓ, જનપ્રતિનિધિઓ, કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ તથા આમંત્રીત મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Tharad: થરાદના ભાચર ગામમાં અદ્યતન નવી લાઈબ્રેરીનું લોકાર્પણ કરાયું









