પિૃમ બંગાળ સહિત દેશભરમાં હાલમાં બાંગ્લાદેશી ઘૂસપેઠીયાઓને ઝડપી પાડવા માટેની કડક કાર્યવાહી થઈ રહી છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. બાંગ્લાદેશી ઘુસણખોરોની સંભવિત હાજરી અંગે મળેલી બાતમીના આધારે ભરૂચ જિલ્લામાં મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. આખી રાત્રીમાં જિલ્લાભરમાં અને તેમાંય ભરૂચ-અંક્લેશ્વર તેમજ દહેજ પંથકમાં પોલીસની 50થી વધુ ટીમોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પ્રાથમિક તબક્કે 250થી વધુ શકમંદોની પોલીસે પુછપરછ શરૂ કરી છે. ભરૂચ જિલ્લાની એસઓજીની ટીમ તેમજ સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમોએ આખી રાત વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ કરી સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરી તેમના ઓળખપત્રો, આધારકાર્ડ સહિતના જરૂરી દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. પોલીસે ખાસ કરીને ભાડાના મકાનો, ઝૂપડપટ્ટીઓ, મજૂરોના વસવાટના વિસ્તારો તેમજ અન્ય સંવેદનશીલ ગણાતાં વિસ્તારોમાં તપાસ ચલાવી હતી. ભરૂચ જિલ્લા પોલીસ વિભાગની 50થી વધુ ટીમો દ્વારા જિલ્લાભરમાં ખાસ કોમ્બિંગ કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે ભરૂચ, અંક્લેશ્વર તેમજ દહેજ પંથકમાં ખાસ ચેકિંગ કરાયું હતું. પ્રાથમિક વિગતો મુજબ ટીમોએ અત્યાર સુધીમાં 250થી વધુ શંકસ્પદ બાંગ્લાદેશીઓને ડિટેઈન કર્યાં છે. તમામને ડિટેક્શન સેન્ટરમાં હાલમાં રાખવામાં આવ્યાં છે. તેમજ તેમના દસ્તાવેજી પુરાવા ચેક કરવામાં આવી રહ્યાં છે. જેમાં જે વ્યક્તિ તેના પુરાવા આપી નહીં શકે તેને ડીપોર્ટ કરવાની કવાયત હાથ ધરવામાં આવશે. આગામે બે-ત્રણ દિવસ આ કાર્યવાહી ચાલશે તેમ પોલીસ વિભાગે જણાવ્યું હતું.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: