જંબુસર : નારેશ્વર ધામ ખાતે પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજની જન્મજયંતીની ઉજવણી નિમિત્તે જંબુસર તાલુકાના સારોદ ગામેથી ભાવિક ભક્તોનો પદયાત્રા સંઘ ભક્તિ ભાવ અને શ્રદ્ધાભેર નારેશ્વર જવા રવાના થયો હતો.શ્રી રંગ અવધૂત પરિવાર મંડળના નેજા હેઠળ દર વર્ષે સારોદ ગામેથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શ્રી રંગ અવધૂત મહારાજની ધજા લઈને નારેશ્વર ધામ સુધી પદયાત્રા કરે છે. આ પરંપરાને જાળવી રાખતાં આ વર્ષે પણ ભક્તોએ પદયાત્રાનું આયોજન કર્યું હતું. જેમાં શ્રી રંગ અવધૂત પરિવારના સભ્યો સહિત અન્ય ભાવિક ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા.ઉલ્લેખનીય છે કે આ પદયાત્રામાં દર વર્ષે 50થી વધુ શ્રદ્ધાળુઓ જોડાઈને પગપાળા નારેશ્વર ધામ પહોંચે છે. બે દિવસની પદયાત્રા પૂર્ણ કર્યા બાદ સંઘ નારેશ્વર ખાતે પહોંચશે, જ્યાં તમામ પદયાત્રીઓ પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજનાં દર્શન કરી ધન્યતા અનુભવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો