13

ભરૂચના પાલેજ સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્રના સીએમટી સેન્ટર ખાતે રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથી તરીકે જિલ્લા આરોગ્ય અધિકારી મુનીરા શુકલા, આઈસીડીએસ અધિકારી કાશ્મીરાબેન, સીડીપીઓ પૂજનબેન તેમજ સીએચસી પાલેજના સુપ્રિન્ટેડન્ટ ડો.મોહમ્મદ હાસ્મીન લાકડાવાલા, ડો.રાજીકા પટેલ, ડો.કિરણબેન તથા રાજુભાઈ માછી સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનુ સંચાલન ન્યુટ્રીશન આસી.જયશ્રી કટારીયા દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે વાનગી હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં લાભાર્થીઓએ વિવિધ પૌષ્ટીક વાનગીઓ રજુ કરી હતી. હરીફાઈમાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય ક્રમે વિજેતા રહેલા લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.