ઝઘડિયા તાલુકાની જનતા માટે એક રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા મંજુર કરાયેલા ઝઘડિયા થી વાલિયા અને રાજપારડી થી નેત્રંગ ના ફોરલેન રસ્તાનું આજે ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. લાંબા સમયથી બિસ્માર બનેલા આ માર્ગના નવીનીકરણથી લોકોને રાહત મળશે. અને ઝઘડિયા વાલિયા રોડને જોડતી ઝઘડિયા જીઆઇડીસીના વેપારને પણ વેગ મળશે.
રાજપારડીથી નેત્રંગને જોડતા10 કિલોમીટરનો માર્ગ રૂા.111.8 કરોડના ખર્ચે ફોરલેન મંજુર કરાયો છે. તો સાથે સાથે ઝઘડિયાથી વાલિયાને જોડતા 16 કિલોમીટરના માર્ગને પણ 61 કરોડની ખર્ચે પહોળો કરી નવો રસ્તો બનાવાશે.ઘણાં સમયથી નેત્રંગ થી રાજપારડી નો માર્ગ ઘણો બિસ્માર હાલતમાં હતો. ભારદારી વાહનો ની અવર જવર હોવાથી પેચીગ કામગીરી બાદ પણ ટુંકા ગાળામાં ફરી તેનું તેજ પરિણામ આવતું હતું. તો અમુક જગ્યાએ તો મોટાં મોટાં ખાડા પડી જવાને કારણે અકસ્માતની પણ ભીતી સતાવી રહી હતી. વારંવાર આ માર્ગ નાં નવિનીકરણ માટે અનેક એવાં આનંદોલનો પણ કરવામાં આવ્યા ત્યારે ધારાસભ્ય રિતેશ વસાવાની અનેક રજૂઆતો થકી રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળી છે.










