મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના પ્રભાવ હવે સ્થાનિક સ્તરે પણ જોવા મળી રહ્યા છે. ગેસ સપ્લાયમાં ખલેલ પડતા ભંડારામાં મહાપ્રસાદ તૈયાર કરવામાં મુશ્કેલીઓ ઊભી થઈ છે. ગેસ સિલિન્ડરની અછતને કારણે આયોજકોને વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડી રહી છે. પરિણામે, અગાઉના જમાનાની જેમ ચુલા બનાવી લાકડાનો ઉપયોગ કરીને ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે.
ગેસ સિલિન્ડર ન મળતા પરંપરાગત રીતે ચુલ ખોદવામાં આવી હતી
આજે રામનવમીના ભંડારાનું આયોજન હતું પરંતુ ગેસ સિલિન્ડર ન મળતા પરંપરાગત રીતે ચુલ ખોદવામાં આવી હતી. હાલમાં લગભગ ₹70 પ્રતિ મણના દરે લાકડાં ખરીદી ભોજન બનાવવામાં આવી રહ્યું છે.આ બદલાવને કારણે રસોઈ પ્રક્રિયા વધુ સમયખાઉ અને મહેનતભરી બની ગઈ છે, છતાં ભક્તોને મહાપ્રસાદ પહોંચાડવામાં કોઈ કમી રાખવામાં આવી નથી. વૈશ્વિક પરિસ્થિતિઓનો સીધો પ્રભાવ હવે સામાન્ય જીવન અને ધાર્મિક કાર્યક્રમો પર પણ પડી રહ્યો છે.
જગ વસંત જહાજ ગુજરાત પહોંચ્યા બાદ હવે આ ગેસને વિવિધ બોટલિંગ પ્લાન્ટ્સ સુધી પહોંચાડવામાં આવશે
જગ વસંત જહાજ ગુજરાત પહોંચ્યા બાદ હવે આ ગેસને વિવિધ બોટલિંગ પ્લાન્ટ્સ સુધી પહોંચાડવામાં આવશે, જ્યાંથી તેને સિલિન્ડરમાં ભરીને દેશના અલગ-અલગ વિસ્તારોમાં મોકલવામાં આવશે. આથી શહેરો સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગેસની સપ્લાય વધુ મજબૂત બનશે.
સરકારનો હેતુ છે કે દરેક ઘરમાં સ્વચ્છ ઇંધણ પહોંચે
સરકારનો હેતુ છે કે દરેક ઘરમાં સ્વચ્છ ઇંધણ પહોંચે અને લોકોને લાકડું અથવા કોલસા જેવા પરંપરાગત ઇંધણ પર આધાર રાખવો ન પડે. ઉજ્જવલા યોજના જેવી પહેલોને કારણે LPGની માગ સતત વધી રહી છે, તેથી આવી મોટી સપ્લાય ખૂબ જ જરૂરી બની છે. કુલ મળીને ‘જગ વસંત’ વહાણ દ્વારા આવેલ 42 હજાર ટન એલપિજિનો જથ્થો દેશના ઊર્જા ક્ષેત્ર માટે રાહતભર્યો સમાચાર છે, જે સપ્લાય મજબૂત બનાવશે અને ગ્રાહકોને પણ લાભ આપશે.
આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદમાં ભ્રષ્ટાચારથી ભરેલા હાટકેશ્વર બ્રિજનો એક સ્પાન તોડી દેવાયો, બ્રિજ તોડવા રુ.3.90 કરોડનું ચૂકવણું કરાશે