ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના વરખડી ગામે વીજ ટ્રાન્સફોર્મરનો ખુલ્લો ભાગ જોખમરૂપ બન્યો હોવા છતાં આજદિન સુધી વીજ કંપની દ્વારા કોઈ સુરક્ષા વ્યવસ્થા કરાઇ નથી. ગ્રામજનોના જણાવ્યા મુજબ, થોડા દિવસો અગાઉ આ ખુલ્લા ભાગના કારણે એક વાછરડાનું મોત થયું હતું, છતાં વીજ વિભાગના જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ જોખમી ટ્રાન્સફોર્મરની બિલકુલ સામે જ આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળા આવેલી છે, જ્યાં દરરોજ નાનાં ભૂલકાંઓ અભ્યાસ માટે આવે છે. બાળકોની અવરજવર વચ્ચે ખુલ્લું અને અસુરક્ષિત ટ્રાન્સફોર્મર કોઈ મોટી દુર્ઘટનાને ખુલ્લું આમંત્રણ આપી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વીજ કંપની દ્વારા સ્થળ તપાસ કરી ટ્રાન્સફોર્મરના ખુલ્લા ભાગને સુરક્ષિત કરી યોગ્ય ફેન્સિંગ અને જરૂરી સેફ્ટી વ્યવસ્થા ઊભી કરવા ગ્રામજનોએ માગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો