ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે એ-બી અને સી ડિવિઝન પોલીસ મથકની શાંતિ સમિતીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ મુસ્લીમ સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

ભરૂચમાં હાલમાં તહેવારોનો માહોલ જામ્યો છે ત્યારે શહેરમાં શાંતિમય માહોલમાં તહેવારો ઉજવાય તે માટે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે એ-બી અને સી ડિવિઝન પોલીસ મથકની શાંતી સમિતીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મુસ્લિમોના ઈદ-એ-મિલાદ તેમજ હિન્દુ સમાજના પવિત્ર માસ, રક્ષાબંધન, જન્માષ્ટમી અને છડી ઉત્સવ સહિતના પર્વને લઈને યોજાયેલી બેઠકમાં તહેવારો શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ડીવાયએસપી સી. કે. પટેલ તેમજ ત્રણેય ડિવિઝનના પીઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

તેમણે તહેવારોના સમયગાળામાં શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ સુચનો આપ્યાં હતાં. તેમજ અફવાઓથી દૂર રહેવા માટે અપિલ કરવામાં આવી હતી. બેઠકમાં હિન્દુ તેમજ મુસ્લીમ સમાજના આગેવાનો તેમજ શાંતિ સમિતીના સભ્યો હાજર રહયાં હતાં. ઉપસ્થિત આગેવાનોએ બન્ને કોમના તહેવારોમાં સહકાર આપવાની ખાતરી આપી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો