ભરૂચના ભોલાવ જીઆઇડીસી વિસ્તારમાં ફરી દીપડાએ દેખાદેતા ઉદ્યોગકારો અને સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લાં કેટલાંક સમયથી અલગ અલગ સ્થળેથી દીપડા દ્વારા માનવીઓ પર હૂમલો કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વન્ય વિસ્તાર ધીમે ધીમે ઘટી રહ્યો છે. જેના કારણે દીપડાઓ હવે માનવ વસ્તી તરફ પ્રયાણ કરી રહ્યાં છે. એક તરફ દીપડાઓ માટે ભોજન શ્રુંખલાના વન્યજીવોની સતત ઘટ થઈ રહી છે. ત્યારે હવે દીપડાઓ ભોજનનીશોધમાં માનવ વસ્તીમાં ઘુસી રહ્યાં છેશહેરી વિસ્તારમાં રખડતાં ૃાન તેમજ ગાયો તેમના માટે આસાન શિકાર બની શકે છે. જોકે, સાથે સાથે સોસાયટી વિસ્તારમાં નાના બાળકો સહિત મોટા લોકોને પણ તે શિકાર બનાવે તેવી દહેશન નકારી શકાય તેમ નથી. તેવામાં ભરૂચની ભોલાવ જીઆઈડીસીમાં થોડા સમય પહેલાં એક દીપડો દોડીને રસ્તો ક્રોસ કરતો હોવાના સીસીટીવી કેેમેરાના ફૂટેજ વાયરલ થયાં હતાં. જે તે સમયે જ વનવિભાગની ટીમે વિસ્તારમાં તપાસ કરી દીપડાને પકડવા માટેના પ્રયાસ કર્યાં હતાં. ઉપરાંત લોકોને સુમસાન માર્ગ પરથી એકલા જવાનું ટાળવા સહિત તકેદારી રાખવા સુચના અપાઈ હતી. વન વિભાગ દ્વારા વિસ્તારની વિવિધ ફેક્ટરીઓમાં દીપડાના પંજાના આધારે શોધખોળ કરવાની કોશિષ કરાઈ હતી. જોકે, દીપડો મળી આવ્યો ન હતો. દરમિયાનમાં ભોલાવ જીઈઆડીસીમાં આવેલી મોજા બનાવતી મહાવીર કંપનીના સંકુલમાં દીપડો દેખાતાં લોકોમાં ભારે ફફડાંટ ફેલાયો હતો. દીપડાની હયાતીની વાત પ્રસરતાં આસપાસની ફેક્ટરીઓમાં કામ કરતાં શ્રામિકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. જીઆઈડીસીમાં રોજના હજારો લોકોની અવરજવર ચાલુ રહેતી હોય છે. જોકે, દિવસના અને રાત્રીના કેટલાંક ચોક્કસ સમયગાળામાં રસ્તાઓ સુમસામ ભાસી રહ્યાં હોય છે. આવા સમયે એકલ દોકલ લોકો જ રોડ પર દેખાય છે. ત્યારે આવા સમય દીપડો કોઈ વ્યક્તિ પર હૂમલો કરે તેવી દહેશત વ્યક્ત કરાઈ રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો