અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને સૂર્ય નારાયણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અને નદીઓ અને ખાડીઓ અને કોતરોમાં પાણી સુકાંઈ ગયા છે.આ વિસ્તારમાં પાણીના ફંફ પડી રહ્યા છે. સાગબારા તાલુકાના ધવલીવેર અને સેલંબા વચ્ચે નદી ઉપર ચેકડેમ આવેલો છે આ જીર્ણશીર્ણ થઈ ગયો છે. બિસ્માર હાલતમાં ખંડેર હાલતમાં પડેલો છે. ચેકડેમ એક બાજુ તૂટી ગયો હોવાથી પાણીનો સંગ્રહ કરવા માટે સક્ષમ નથી. ધવલીવેર અને સેલંબા વિસ્તારમાં ઉનાળું પાકો માટે સિંચાઈના પાણી મળતાં બંધ થઈ ગયાં છે. ખેડૂતોને ઉનાળું પાકો માટે સિંચાઈના પાણી નહીં મળતાં ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
આ ચેકડેમ માટી અને પથ્થરોથી સંપૂર્ણ પુરાઈ ગયો છે. ખેડૂતોના પશુઓને પીવાનું પાણી મળતું બંધ થઈ ગયું છે. આ વિસ્તારમાં ચેકડેમમાં પાણી ન હોવાથી જમીનમાં જળસ્તર નીચે ઉતારી ગયા છે. આ જગ્યાએ વહીવટી તંત્ર દ્વારા નવો ચેકડેમ બનાવવામાં આવે એવી લોકો માંગ ઉઠવા પામી છે. વર્ષો પુરાણો આ ચેકડેમ પાણી વિના નિરર્થક સાબિત થયો છે. ધવલીવેર વિસ્તારમાં ચેકડેમોમાં પાણીનો સંગ્રહ નહીં થવાથી આ વિસ્તારના વન્ય જીવોને પીવાનું પાણી મળતું નથી. પક્ષીઓને પીવાનું પાણી મળતું બંધ થઈ ગયું છે. પાણી માટે લોકો પણ ફંફ મારે છે.બોર કુવાઓ અને હેન્ડપંપમાં પાણી મળતું બંધ થઈ ગયું છે. સાગબારા તાલુકામાં ખેડૂતોની હાલત દયનીય બની છે. ખેતરમાં મકાઈ કપાસ ડાંગર તુવેર અને અન્ય મોંઘાદાટ બિયારણો ઓરવાના શરૂ કરી દીધાં છે. અતિશય ગરમીના કારણે અને પાણીના અભાવે બિયારણો બગડવાની શક્યતા રહેલી છે.










