07

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે જંબુસર નગરમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ સેવાકીય અને જનજાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે જંબુસર ખાતે પ્લાસ્ટિક મુક્ત જંબુસરના સંદેશ સાથે કપડાની થેલીઓના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

કોટ દરવાજાથી મુખ્ય બજાર સુધી યોજાયેલા આ અભિયાનમાં ધ્વેપારીઓ તથા નાગરિકોને પ્લાસ્ટિકની થેલીઓના વિકલ્પરૂપે કપડાની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો હેતુ પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ઘટાડવા સાથે પર્યાવરણ સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો હતો.અભિયાન દરમિયાન આગેવાનો દ્વારા વેપારીઓ અને નાગરિકોને દૈનિક જીવનમાં પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ટાળવા તથા તેના બદલે કપડાની થેલીઓનો વધુમાં વધુ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી. બજાર વિસ્તારમાં કપડાની થેલીઓનું વિતરણ કરી પર્યાવરણમૈત્રી જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો