તા. 16 જુલાઈના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિ3 અને રથયાત્રાને શાંતિપુર્ણ અને સૌહાર્દપુર્ણ વાતાવરણમાં સંપન્ન કરવા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ સંદર્ભે ભરૂચ જિલ્લા પોલીસ કચેરી ખાતે જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં ભરૂચ શહેર અને અંકલેશ્વરની સંયુકત શાંતિ સમિતિની બેઠ3 યોજાઈ હતી. બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, રથયાત્રા સમિતિના હોદ્દેદારો તથા વિવિધ સામાજી3 સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં રથયાત્રાના રૂટ, ટ્રાફિ3 વ્યવસ્થા, સુરક્ષા આયોજન, સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત તેમજ કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં રથયાત્રા યોજાય તે માટે જરૂરી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યુ હતુ કે, ભરૂચની જગન્નાથ રથયાત્રા ગુજરાતની સૌથી જુની અને ઐતિહાસી3 રથયાત્રાઓમાં સ્થાન ધરાવે છે. વરસોથી આ રથયાત્રા હિન્દુ-મુસ્લિમ એકતા, પરસ્પર વિશ્વાસ અને સામાજી3 સૌહાર્દનું જીવંત પ્રતિ3 બની રહી છે. તેમણે જણાવ્યુ હતુ કે, દર વર્ષની જેમ આ વરસે પણ રથયાત્રાના સમગ્ર માર્ગ પર મુસ્લિમ સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીના રથનું સ્વાગત કરવામાં આવશે. ઠંડા પીણા, પાણી, શરબત અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. બેઠકમાં બંને સમાજના આગેવાનોએ શાંતિપુર્ણ માહોલ જાળવી રાખવા પોલીસ તંત્રને સંપુર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.

રથયાત્રા દરમ્યાન કોઈ અનિચ્છિનીય ઘટના ન બને તે માટે જિલ્લા પોલીસ દ્વારા વ્યાપર સુરક્ષા આયોજન કરવામાં આવ્યુ છે. બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેકશન સ્કવોડ, ક્વિ3 રિસ્પોન્સ ટીમ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા સ્પેશિયલ ઓપરેશન ગૃપ સહિતની વિશેષ ટીમોને એલર્ટ રાખવામાં આવી છે. ઉપરાંત ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને જવાનો સમગ્ર રથયાત્રા રૂટ પર તૈનાત રહેશે. સુરક્ષાના ભાગરૂપે શહેરમાં ફ્લેગ માર્ચનું આયોજન પણ કરવામાં આવી રહ્યુ છે.ગતરોજ શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ યોજાયા બાદ આજે પણ ફ્લેગમાર્ચ યોજી સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવશે. બેઠકમાં ભરૂચ શહેરના ડીવાયએસપી સી.કે.પટેલ, અંકલેશ્વર ડિવિઝનના ડીવાયએસપી ડો.કુશલ ઓઝા, બંને વિભાગોના પીઆઈ, પીએસઆઈ, પોલીસમિત્રો, રથયાત્રા આયોજકો હાજર રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો